આજ મારી મિજમાની છે રાજ, મારે ઘેર આવના મહારાજ...
ઊંચા સે બાજોઠ ઢળાવું, અપને હાથ સે ગ્રાસ ભરાવું,
ઠંડા જળ ઝારી ભરી લાવું, રૂચિ રૂચિ પાવનાં મહારાજ. ...આજ મારી ૧.
બુહ મેવા પકવાન મિઠાઈ, શાક છત્રીશે જુગતેં બનાઈ,
ઊભી ઊભી ચામર ઢોળું રાજ, લાગો સુહામણા મહારાજ. ...આજ મારી ૨.
ડોડા એલચી લવિંગ સોપારી, કાથા ચૂના પાન બિચ ડારી,
અપને હાથસે બીરી બનાઉં, મુખસે ચાવના મહારાજ. ...આજ મારી ૩.
મોર મુકુટ પીતાંબર સોહેં, સુરીનર મુનિજનકે મન મોહે,
મીરાં કહે ગિરધરી લાલ, દિલ બિચ ભરના મહારાજ. ...આજ મારી. ૪
આ ભજન શેર કરો