દવ તો લાગ્યો ડુંગરિયે,અમે કેમ કરીએ?
હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ,
બેસી રહીએ તો અમે બળી મરીએ રે.
આ રે વસ્તીએ નથી ઠેકાણું રે વહાલા હેરી,
પરવસ્તીની પાંખે અમે ફરીએ રે.
સંસાર-સાગર મહાજળ ભરિઓ વહાલા હેરી,
બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે.
બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર હેરી,
ગુરુજી તારો તો અમે તરીએ રે.
આ ભજન શેર કરો