જ્ઞાનકટારી મારી, અમને પ્રેમકટારી મારી.
મારે આંગણે રે તપસીઓ તાપે રે,
કાને કુંડળ જટાધારી રે ... રાણાજી, અમને.
મકનોસો હાથી, લાલ અંબાડી રે, અંકુશ દઈ દઈ હારી રે ... રાણાજી.
ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે,એવી છે ભક્તિ અમારી રે ... રાણાજી.
બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર, ચરણકમળ બલિહારી રે ... રાણાજી.
આ ભજન શેર કરો