જંગલ બીચ

મીરાબાઈ

જંગલ બીચ સાંયા! મેં તો પકડી આંબલિયાની ડાળ રે.

જંગલ બીચ મેં ખડી હો જી.

સરોવર કાંઠે બેઠોઇ એક બગલો

હંસલો જાણેવેને કર્યો મેં સંગ રે

મોઢામાં લીધેલ માછલી હો જી. -સાંયા.

ઊડી ગિયો હંસલો, ગાજે એની પાંખડી,

બાયુ! મરો પિયુડો ગિયો પરદેશ રે,

ફરુકે મારી આંખડી હો જી. -સાંયા.

બાઈ મીરાં ગૂંથે હાર, ફૂલ કેરા ગજરા,

બાયું! મારો શામળિયો રૂડો ભરથાર રે,

બીજા રે વરની આઁખડી હો જી. -સાંયા.

બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ વ્હાલા!

શરણું રાખો મર શ્યામ રે,

ભજન કરીએ ભાવથી હો જી... -સાંયા.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz