કે દા’ડે મળશે મુંને કા’ન

મીરાબાઈ

જોશીડા જોશ જુવોને,

કે દા’ડે મળશે મુંને કા’ન રે?

દુઃખડાની મારી વા’લા દૂબળી થઈ છું,

પચીપચી થઈ છું પીળી પાન રે ... કે દા’ડે મળશે.

દુઃખડાં મારાં ડુંગર જેવડાં,

સુખડાં છે મેરું સમાન રે. ... કે દા’ડે મળશે.

પ્રીત કરીને વા’લે પાંગળાં કીધાં,

બાણે વીંધ્યા છે મારા પ્રાણ રે. ... કે દા’ડે મળશે.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,

ચરણકમળ ચિત્ત ધ્યાઉં રે. ... કે દા’ડે મળશે.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz