નાગર નંદા રે

મીરાબાઈ

નાગર નંદા રે,

મુગુટ પર વારી જાઉં, નાગર નંદા.

વનસ્પતિ મેં તુલસી બડી હેં,

નદિયનમેં બડી ગંગા;... નાગર નંદા.

સબ દેવનમેં શિવજી બડે હેં,

તારનમેં બડા ચંદા. ... નાગર નંદા.

સબ ભક્તમેં ભરથરી બડે હેં,

શરણ રાખો ગોવિંદા;

મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,

ચરણકમળ ચિત્ત ફંદા ... નાગર નંદા.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz