નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું હરિ.—ટેક.
જલ જમુનાનાં પાણી રે જાતાં, શિર પર મટકી ધરી—અતંરમાંથી ૧.
આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી—અતંરમાંથી ૨.
આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં ચરણ તમારે પડી—અતંરમાંથી ૩.
પીળાં પિતાંબર જરકશી જામા, કેસર આડ કરી—અતંરમાંથી ૪.
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી—અતંરમાંથી ૫.
બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ, વિઠ્ઠલ વરને વરી— અતંરમાંથી ૬.
આ ભજન શેર કરો