તમે અબોલા શીદ લ્યો છો રાજ? અમને દુઃખડાં શીદ દ્યો છો રાજ?
તમે અમારા, અમે તમારા, ટાળી દોષ શું દ્યો છો રાજ?
અમૃત પાઈ ઉછેર્યાં વહાલા, વિખ ઘોળી શું દ્યો છો રાજ ?
ઊંડે કૂવે ઊતાર્યાં વહાલા, છેહ આમ શું દ્યો છો રાજ?
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હૃદયકમલમાં રહો છો રાજ
આ ભજન શેર કરો